Get The App

દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, ગાયને બચાવવા જતા મિની બસ પલટી ખાઈ ગઈ, એકનું મોત, 17ને ઈજા

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, ગાયને બચાવવા જતા મિની બસ પલટી ખાઈ ગઈ, એકનું મોત, 17ને ઈજા 1 - image


Accident Incident In Porbandar : રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વેરાવળથી દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને પોરબંદરના કોલીખડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો.  યાત્રાળુઓ ભરેલી મિની બસના ચાલકે ગાયને બચાવવા જતાં કાબૂ ગુમાવતા બસ પટલી મારી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે અનેય 17 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

બસ પલટી જતાં એક મહિલાનું મોત

મળતી માહિતી મુજબ, વેરાવળના ભાલકા તીર્થ ખાતેથી મિની બસમાં 18 શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન પોરબંદર નજીક કોલીખડા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રતનબહેન પરમાર (ઉં.વ. 65)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયા કર્યા મંજૂર

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે પોરબંદર પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :