સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2ના મોત, 15 ઈજાગ્રસ્ત
Sabarkantha Accident News : રાજ્યના સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 15થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટનામાં 2ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપમાં 40 જેટલાં શ્રમિકો મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. ઈડરથી મજૂરીકામ પતાવીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હતી. જ્યારે અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સરવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.