Get The App

પ્રાંતિજમાં હાઈવે પર બે ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત

Updated: Jan 11th, 2025

GS TEAM

Google News
Google News
પ્રાંતિજમાં હાઈવે પર બે ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત 1 - image


Road Accident In Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક આજે (11મી જાન્યુઆરી) સવારે ટ્રક અને સિમેન્ટના ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 25 વર્ષીય ટેન્કર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રક સાથે સિમેન્ટ ટેન્કર અથડાયું હતું. આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કર્યા હતા અને મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

 પ્રાંતિજમાં હાઈવે પર બે ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત 2 - image

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટનું ટેન્કર ધડાકાભેર અથડાયું હતી. આ દુર્ઘટનામાં 25 વર્ષીય ટેન્કર ચાલક દિલીપ ચોકીદાર મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક હીરાલાલ રબારીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

પ્રાંતિજમાં હાઈવે પર બે ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત 3 - image

Tags :