વડોદરામાં તાજિયાના વિસર્જન સમયે દુર્ઘટના, તળાવમાં ડૂબી જવાથી કિશોરનું મોત
Baroda News : વડોદરા શહેરમાં આજે (6 જુલાઈ)એ મોહરમના દિવસે તાજીયાના જુલુસ નીકળ્યા બાદ વિસર્જન દરમિયાન કરૂણ ઘટના સર્જાઈ હતી. જેમાં શહેરના સરસિયા તળવા કિનારે મિત્રો સાથે તાજીયા વિસર્જન જોવા ગયેલા 16 વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આજે રવિવારે મહોરમ નિમિત્તે તાજીયાના જુલુસ નીકાળવામાં આવ્યા હતા. જેમાં વડોદરામાં તાજીયાના વિસર્જન વખતે દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 16 વર્ષીય માહીર મુસ્તાકભાઈ મન્સુરી નામના યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
વડોદરામાં સવારે બનેલા આ ઘટનામાં માહીર મિત્ર સાથે તાજીયા વિસર્જન જોયા આવ્યો હતો, ત્યારે પગ લપસતા તળાવમાં પડી ગયો હતો. અને તળાવમાં ડૂબી ગયો હતો. જેને લઈને લોકોએ માહીરની શોધખોળ શરૂ કરી હતી. જેમાં વિસર્જન કરાયેલા તાજીયાના વાંસમાં માહીરનો મૃતદેહ ફસાયો હોવાથી બે કલાક બાદ મળ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.