સુરેન્દ્રનગરના થાન નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, રાજકોટના દંપતિનું મોત, 3ને ઈજા
Surendranagar: સુરેન્દ્રનગરના થાનગઢ ચોટીલા હાઈવે પર પેટ્રોલ પંપ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના દંપતિનું મોત થયું હતું. રાજકોટનો આ પરિવાર કાર દ્વારા સુરેન્દ્રનગરના કોંઢ ગામે માતાજીના માંડવામાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક યુવાને કાર પર કાબુ ગુમાવતા બંધ ટ્રેક્ટર પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા વૃધ્ધ દંપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બે માસુમ બાળકો સહિત 3ને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, ગરમીમાં થશે ઘટાડો
દંપતિનું ઘટના સ્થળે મોત
આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં દુધસાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા પ્રેમજીભાઈ ગોંવિદભાઈ ઘાટલીયા (ઉ.વ65), લાભુબેન પ્રેમજીભાઈ ઘાટલીયા, તેનો પુત્ર મહેશભાઈ તેના પત્નિ અસ્મિતાબેન તેમજ તેમની પુત્રી ખુશાલી (ઉ.વ.8) સહિત પાંચેય સુરેન્દ્રનગરના કોંઢ ગામે માતાજીના માંડવામાં જઈ રહ્યા હતાં. જેમાં ઘટના સ્થળે દંપતિનું મોત થયું હતું અને પુત્ર અને પુત્રી સહિત 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. માહિતી પ્રમાણે આ ઘટના સવારે અગિયારેક વાગ્યાની આસપાસ બની હતી.
આ પણ વાંચો: મિનરલ વોટરની આડમાં વિદેશી દારૂની હેરફેર, દમણથી દ્વારકા લઈ જવાતો રૂ. 39 લાખનો દારૂ ઝડપાયો
અકસ્માતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી
અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે તપાસ કરી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ પણ ઘણા ગંભીર અકસ્માતો બન્યા છે કે જેમાં ઘણા લોકોને મોત નીપજ્યા છે.