ભુજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત

Bhuj News : ભુજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે. ખાનગી બસ અને ઇકો લુનિયા ફાટક નજીક સામસામે અથડાતા ટ્રાફિકજામના સર્જાયો હતો.
ભુજમાં ઇકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત
મળતી માહિતી મુજબ, ખાવડા-ભીરંડીયારા રોડ પર આજે રવિવારે (19 ઓક્ટોબર) ખાવડાથી ભુજ તરફ જતી ખાનગી લક્ઝરી બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં દુર્ઘટના બની હતી. ઇકો ઓવરટેક કરવા જતાં અકસ્માત થયો હતો, જેમાં બસ પલટી ખાઈ ગઈ હતી.
આ પણ વાંચો: તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, 'ડોક્ટર ઓન કોલ' મેડિકલ હેલ્પલાઇન શરૂ
અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના બનાવને પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.