ધ્રોલ નજીક કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચેના અકસ્માત, રિક્ષામાં બેઠેલા મુસાફર સહિત પાંચને ઇજા
Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ખારવા રોડ પર કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત પાંચ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. જે મામલે ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા જીગ્નેશભાઈ મેઘજીભાઈ પરમાર કે જે ગત આઠમી તારીખે સવારે 11.00 વાગ્યાના અરસામાં પોતાની જી.જે
10 સી. ઝેડ. 0951 નંબરની રિક્ષામાં પોતાના પિતા મેઘજીભાઈ ઉપરાંત કસ્તુરબેન, ધનજીભાઈ, અને ચીમનભાઈ વગેરેને બેસાડીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ખારવા રોડ પર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે-3 એન. કે. 8453 નંબરની કારના ચાલકે રીક્ષાને ઠોકર મારતાં રીક્ષા પલટી મારી ગઈ હતી, જે અકસ્માતમાં રીક્ષાની અંદર બેઠેલા રીક્ષા ચાલક સહિત પાંચ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી, અને તમામને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે,
આ અકસ્માતના બનાવ અંગે રીક્ષા ચાલક જીગ્નેશ પરમાર દ્વારા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.