ઓનલાઇન ગેમમાં દેવું થઇ જતાં પતિ પત્નીની ઓફિસમાંથી પગાર ઉપાડી લાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ગેમમાં દેવાદાર થઇ ગયેલા પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ તેને પાઠ ભણાવતાં આખરે તેણે પોતાની ભૂલ કબૂલી સુધરવા માટે તક માગી હતી.
ખાનગી ઓફિસમાં કામ કરતી મહિલાનો પતિ ઓનલાઇન ગેમની લતે ચડી જતાં દેવાદાર બની ગયો હતો.પત્નીને વારંવાર ધમકીઓ આપી ત્રાસ ગુજારતા પતિ પૈસા માટે પત્નીની ઓફિસમાં પહોંચી ગયો હતો અને પગારની રકમ લઇ આવ્યો હતો.
પત્નીએ વિરોધ કરતાં પતિએ તેને કાઢી મૂકવાની ધમકી આપી હતી.જેથી મહિલાએ અભયમની મદદ લેતાં પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું.આ દરમિયાન પતિએ ઓનલાઇન ગેમમાં દેવું થઇ જવાથી ખોટું બોલીને પગારના પૈસા લઇ આવ્યો હોવાની કબૂલાત કરી હતી.તેણે ઓનલાઇન ગેમની લત છોડી દેવાની અને પૈસા પણ પરત કરવાની લેખિતમાં ખાતરી આપતાં પત્નીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.








