Gujarat

જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયો લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા, જાણો મામલો

By GS TEAM
19 Sep 20251 min read
TukuTouch Logo
જામનગરના કાલાવડમાં મહિલા સરપંચના પતિ સહિત બે વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા છે. બેલાની ખાણ લીઝમાં પંચાયત તરફથી હેરાનગતિ ન કરવાના બહાને લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને જાણ કરતાં ACBએ છટકું ગોઠ્યું હતું અને આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયો લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા, જાણો મામલો

Jamnagar News : જામનગરના કાલાવડમાં મહિલા સરપંચના પતિ સહિત બે વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા છે. બેલાની ખાણ લીઝમાં પંચાયત તરફથી હેરાનગતિ ન કરવાના બહાને લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને જાણ કરતાં ACBએ છટકું ગોઠ્યું હતું અને આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. 

મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દિનેશ તેજા અને વચેટિયો હમીર સોલંકીએ બેલાની ખાણની લીઝ ચલાવતા વ્યક્તિ પાસેથી 75000ની માંગણી કરી હતી. જેમાં આરોપીઓએ ગ્રામ પંચાયત કચેરી તરફથી ખાણના ધંધામાં કોઈ પ્રકારની હેરાનગતિ ન કરવાના બહાને લાંચ માગી હતી.

આ પણ વાંચો: ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં

સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરી હતી. આ પછી આરોપીને ઝડપી પાડવા માટે ACBએ જામનગર-કાલાવડ રોડ પર માટલી પાટીયા ગામ નજીક છટકું ગોઠ્યું હતું અને મહિલા સરપંચના પતિ સહિત બંને આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.