ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં
Gandhinagar News : ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસેથી 70 હજારની લાંચ લેતા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના બે કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે. ACBએ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ના આઉટ સોર્સ સુપર વાઈઝર અને ક્લાર્કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વેઈટિંગ લિસ્ટમાં રહેલા લાભાર્થી પાસેથી 70 હજારની માંગણી કરી હતી.
આ પણ વાંચો: અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર
જેમાં ફાઇલ ઝડપી ક્લિયર કરવા અને મકાનના દસ્તાવેજ સહિતની કામગીરી માટે GUDAના કર્મચારીએ લાંચ માગી હતી. સમગ્ર મામલે ACBને જાણ કરતાં બંને કર્મચારીને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ACB ટ્રેપ ગોઠવીને રોહન પાર્કર અને નયન પરમાર નામના બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.