For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિવિલનાં ડાયાલીસીસ વિભાગમાં એ.સી બંધ, મશીનો બગડવાની ભીતિ

Updated: Sep 13th, 2021

Article Content Image

- ગરમીના કારણે વિભાગની બારીઓ ખોલવાની નોબત અને બારી ખોલતા મચ્છરો આવવાનો ભય

        સુરત :

સુરત નવી સિવિલ હોસ્પિટલમા ડાયાલીસીસ વિભાગ છેલ્લા કેટલાક સમયથી એ.સી.અવાર નવાર બંધ થતા હોવાથી ડાયાલિસીસ મશીન બગડવાની શક્યતા વચ્ચે દર્દીઓની હાલાકી વધી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

 પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં જી ઝીરો વોર્ડમાં ડાયાલિસિસ વિભાગમાં  10 થી 12 બેડ છે.  કિડનીની તકલીફ ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસીસ ખૂબ જ મહત્વનું છે. અહીં રોજના 15  થી 20 દર્દીઓ ડાયાલિસિસ માટે આવે છે. આ વિભાગમા મશીન ડાયાલીસીસ કરતી વખતે ગરમ થયા હોય છે. જેથી આ મોધાદાટ મશીન ઠંડા રહે તે માટે ત્યાં સાત જેટલા એ.સી મુકવામાં આવ્યા   છે. પણ છેલ્લા કેટલાક સમયથી આ વિભાગમાં  વારા ફરતી  મોટાભાગના એ. સી. ખોટકાય ગયા હતા. જેથી ડાયાલીસીસનાં મશીન ગરમ થવા લાગે છે. જેથી દર્દીને તકલીફ સાથે  મશીન પણ બગડી જવાની શકયતા  છે. મશીન બગડી ગયુ હોવાથી રીંપેરીગ માટે સિવિલ તંત્રએ પી.આઇ.યુ વિભાગને જાણ  કરી હતી.  આખરે આજ રોજ એક એ.સી રિપેરીંગ કરવામાં આવ્યુ હતુ.જયારે બાકીના એ.સી બંધ હોવાનું સુત્રોએ કહ્યુ હતુ. સિવિલના અધિકારીએ કહ્યુ કે એ.સી રિપેરીંગ કરવા માટે પી.આઇ.યુ વિભાગને જાણ કરવામાં આવી છે. નોધનીય છે કે ડાયાલીસીસ વિભાગમાં એ.સી ખોટકાયેલા હોવાથી વિભાગમાં ગરમી થતી હોવાથી ત્યાંની અમુક સમય બારી ખોલવી પડતી હોય  છે. તેથી બારીમાંથી મચ્છર કે જીવ જંતુ  અંદર જવાનો પણ નવો ડર છે. 

Gujarat