Get The App

નવરાત્રી દરમિયાન અભયમની ટીમો આખી રાત પેટ્રોલિંગ કરશે, યુવતીઓને અજાણ્યા રસ્તા પર ન જવા અપીલ

Updated: Oct 2nd, 2024

GS TEAM


Google News
Google News
નવરાત્રી દરમિયાન અભયમની ટીમો આખી રાત પેટ્રોલિંગ કરશે, યુવતીઓને અજાણ્યા રસ્તા પર ન જવા અપીલ 1 - image


Vadodara Police : નવરાત્રી દરમિયાન અભયમની ટીમો દ્વારા મહિલા પોલીસને સાથે રાખી આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવશે.

અભયમના સૂત્રોએ કહ્યું છે કે, આગામી નવરાત્રી દરમિયાન યુવતીઓની સાથે છેડતી કે અન્ય કોઈ બનાવો ન બને તે માટે સતકતા રાખવામાં આવી છે. અને વડોદરા શહેર તેમજ જિલ્લામાં અભયમની પાંચ ટીમો સતત પેટ્રોલિંગ કરશે. 

અભયમની ટીમો સાથે કાઉન્સિલર તેમજ મહિલા પોલીસ પણ રહેશે. યુવતીઓને એકલવાયા રસ્તા પસંદ નહીં કરવા, પરિચિતોના ગ્રુપમાં રમવા, અજાણી વ્યક્તિ સાથે ખાવા પીવાથી દૂર રહેવા અને કોઈપણ જરૂર પડે તો અભયમની મદદ લેવા અપીલ કરવામાં આવી છે.

Tags :