Gujarat

વડોદરા કલેકટર તરીકે એ.બી. ગોરે પદભાર સંભાળ્યો

By GS Team
17 Jan 20221 min read
This article was originally published on 17 Jan 2022
વડોદરા કલેકટર તરીકે એ.બી. ગોરે પદભાર સંભાળ્યો

વડોદરા, તા. 17

ઔડાના સી.ઇ.ઓ તરીકે ફરજ બજાવનાર 2009ની બેચના એ.બી.ગોરે આજરોજ સવારે 11 કલાકે વડોદરા કલેકટરનો વિધિવત પદભાર સંભાળ્યો હતો. જ્યારે 2006ની બેચના આર.બી. બારડને પ્રમોશન મળતાં હવે જંગલ અને પર્યાવરણ વિભાગ માં કામગીરી સંભાળશે. વડોદરા કલેકટર તરીકેનો પદભાર સંભાળતાં એ.બી.ગોરએ જણાવ્યું હતું કે, વડોદરાને ટીમ વર્કથી પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે કામ કરીશ. વડોદરા સરકારના નિશ્ચિત કરેલા વિકાસના માર્ગે આગળ વધે તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવશે.

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના આઈ.એ.એસ અને આઈ.પી.એસ અધિકારીઓની મોટા પાયે  બદલી અને બઢતી કરવામાં આવી રહી છે સપ્તાહ અગાઉ  આઈ.એ.એસ અધિકારીઓની બઢતીના આદેશ આપવામાં આવ્યા હતા.  રાજ્યના 6 આઈ.એ.એસ અધિકારીઓની  બઢતી અને 3 આઈ.એ.એસ અધિકારીઓની  બદલી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર તરીકે તા.22મી જુન 2021ના  રોજ સુકાન સંભાળનાર આર.બી.બારડનું પ્રમોશન થતા તેમના સ્થાને વડોદરા કલેક્ટર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના (ઔડા) સી.ઇ.ઓ. તરીકે ફરજ બજાવતા એ.બી.ગોરને ફરજ સોંપાવામાં આવી છે. આજથી તેમણે વડોદરા કલેકટર નો ચાર્જ સંભાળ્યો હતો જ્યારે આર.બી. બારડ  ગાંધીનગર ખાતે પોતાના નવા હોદ્દાનો પદભાર સંભાળશે.