Baroda

નદીમાં દબાણો હટાવી જમીન મૂળ ઝોનમાં લાવવા માગ

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વિશ્વામિત્રી નદી સંકોચાતા કાયમી પૂરનો ભય સેવાઈ રહ્યો છે. વેમાલીમાં ખાનગી જમીનદારોએ પ્રતિબંધિત જમીન પર ગેરકાયદે રિટેઈનિંગ વોલ બનાવી છે, જેનાથી નદી સાંકડી બની છે. વિશ્વામિત્રી બચાવો સમિતિએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી જણાવ્યું કે, કોર્પોરેશને નદી સફાઈ પાછળ 100 કરોડ ખર્ચ્યા છતાં, ઝોનફેર અને દબાણોથી પૂરનો ખતરો વધ્યો છે. ડેપ્યુટી ટીડીઓ શૈલેષ પ્રજાપતિએ તપાસ શરુ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નદીમાં દબાણો હટાવી જમીન મૂળ ઝોનમાં લાવવા માગ

વેમાલીની પ્રતિબંધિત જમીન પર ખાનગી જમીનદારોએ ગેરકાયદે રિટેઈનિંગ વોલ બનાવી દેતા વિશ્વામિત્રી નદી સંાકડી થવાથી વડોદરામાં કાયમી પૂર આવવાની ભીતિ વ્યક્ત કરી વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરાઈ છે.

સમિતિની રજૂઆત મુજબ, વર્ષ ૨૦૨૪માં વડોદરામાં બે વખત પૂરના પાણીથી નાગરિકોના જાનમાલને નુકસાન પહોંચ્યું હતું. એ પછી મ્યુનિ.કોર્પોરેશને વિશ્વામિત્રી નદીની સફાઈ, ઊંડાઈ અને પહોળાઈ માટે રૃા.૧૦૦ કરોડ ખર્ચ્યા છે.

વધુમાં જણાવાયું છે કે મ્યુનિ.કોર્પોરેશનના હોદ્દેદારોએ નદીની વેમાલીના પ્રતિબંધિત વિસ્તાર-૧ના ઝોનફેર કરતા નદી તટમાં ગેરકાયદે પુરાણ થઈ નદીના પ્રવાહમાં અવરોધ ઊભો થયો છે.કેટલાક લોકોએ તોતિંગ ગેબિયન વોલ બનાવી નદીને નાળા જેવી બનાવી નાખી છે. હરણી વિસ્તારમાં નદીના તટે દીવાલ ઊભી કરી શાળાનું નિર્માણ કરી દેવાયું છે.

આ ગેરકાયદે દબાણોથી ચોમાસામાં પૂરની સંભાવના છે. છેલ્લા ૫૦ વર્ષમાં પૂરના પાણીના લેવલને અનુસરી ગેબિયન વોલ દૂર કરવી જોઈએ, પ્રતિબંધિત વિસ્તાર-૧માંથી રહેણાંકમાં ઝોનફેરની પ્રક્રિયા બંધ કરાવી  તેમજ પ્રતિબંધિત વિસ્તાર -૧ની ૫૦ લાખ ચોરસ ફૂટ જમીનનો ખોટી રીતે રહેણાંક ઝોનફેર કરાયો હોઈ તેને ફરી મૂળ ઝોનમાં કરવા માગ કરાઈ છે.

નદી કિનારે દબાણની તપાસ શરૃ, હદ માપણી હાથ ધરાઈ

 ડેપ્યુટી ટીડીઓ શૈલેષ પ્રજાપતિએ કહ્યું કે  વેમાલી વિસ્તારમાં કોઈ વ્યક્તિ દ્વારા નદી કિનારે ગેબિયન વોલનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની માહિતીના આધારે ટાઉન પ્લાનિંગ વિભાગે તપાસ શરૃ કરી છે. નદી કિનારે ૩૦ મીટરનું માર્જિન રાખીને જ બાંધકામની પરવાનગી આપવામાં