Get The App

ગોપાલ ઇટાલિયા આજે કેજરીવાલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી, આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Updated: May 31st, 2025

GS TEAM

Google News
Google News
ગોપાલ ઇટાલિયા આજે કેજરીવાલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી, આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 1 - image

Gopal Italia Visavadar Candidate: આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. ગોપાલ ઇટાલિયા આજે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં વિશાળ જન આર્શિવાદ યાત્રા યોજી રહ્યા છે. આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. રોડ શો યોજ્યા બાદ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરી વિસાવદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. 


આજે વિસાવદર-ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરવાના દિવસે 'આપ' ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મોણીયા ગામે બિરાજમાન ભગવતી આઈ શ્રી નાગબાઈ માતાજીના મંદિરે સજોડે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ વિસાવદર ખાતે ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને જનતાના આશીર્વાદ લીધા હતા. 

ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આગામી મહિને  19 જૂને  કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.

આ પણ વાંચો: કડી-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: AAPના ઉમેદવાર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

AAPએ જાહેર કર્યું સ્ટાર પ્રચારકનું લિસ્ટ, કોણ કોણ કરશે

ગુજરાતમાં કડી અને વિસાવદર પેટાચૂંટણી માટે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદિયા, રાઘવ ચડ્ઢા, સુનિતા કેજરીવાલ, ઇસુદાન ગઢવી સહિતના 20 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કર્યો છે. 


ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી મૂંઝવણમાં

ગુજરાતની બંને પ્રમુખ પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ મોટાભાગની ટિકિટોની વહેંચણી જાતિગત અને પેટા જાતિગત સમીકરણોને બેસાડીને જ કરે છે. જેમાં બંને પાર્ટીઓ ચોકસાઇ વર્તે છે કે કોઈ સમાજ નારાજ ન થઈ જાય અને રહી ન જાય. આ પૈકી અનુસૂચિત જાતિ માટે વિધાનસભામાં 13 બેઠકો અનામત છે. જેમાં વર્ષ 2022 ડિસેમ્બરના પરિણામોમાં 13 બેઠકોમાંથી 9 પુરુષ અને 4 મહિલા ધારાસભ્ય સભ્ય બન્યા હતા. જેમાં કોંગ્રેસના 2 અને ભાજપના 11, જેમાં ભાજપના 11માંથી 2 રોહિત સમાજના ધારાસભ્ય હતા અને 1 અતિ પછાત અને 8 વણકર સમાજના ધારાસભ્યો બન્યા હતા.

કડી અનામત બેઠક પર વર્ષ 2017માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી અને વર્ષ 2022માં પણ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી. જેથી હવે પેટા ચૂંટણીમાં પણ પેટા જાતિ સમીકરણોને જોઈને બંને પાર્ટી આ જ રીતે ટિકિટ આપશે કારણ કે ભાજપ કે કોંગ્રેસ એક બેઠક માટે થઈને આખા સમાજને નારાજ કરવાનું પસંદ કરશે નહીં.