Get The App

ગોલ્ડ ટ્રેડિંગમાં નફો મળશે તેવા બહાના હેઠળ યુવાન સાથે 17 લાખની છેતરપિંડી

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
ગોલ્ડ ટ્રેડિંગમાં નફો મળશે તેવા બહાના હેઠળ યુવાન સાથે 17 લાખની છેતરપિંડી 1 - image


- યુવતીએ ઓનલાઇન ફ્રોડ આચર્યું

- શહેરના બોરતળાવના યુવાને અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભાવનગર : બોરતળાવ વિસ્તારના શિવનગર ખાતે રહેતા અને કોસ્મેટિક નો વ્યવસાય કરતા યુવાનને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણા કરવાથી નફો મળશે તેમ કહી યુવતીએ ગોલ્ડ ટ્રેડિંગમાં રૂ.૧૭ લાખનું રોકાણ કરાવડાવી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.

બોરતળાવ રોડ પર આવેલ શિવનગર ખાતે રહેતા અને કોસ્મેટિક પ્રોડક્સનો વ્યવસાય કરતા નિલેશભાઈ હંસરાજભાઇ પોશીયાને ૭ ઓક્ટોબર ૨૫ માં સોના મુખર્જી નામની યુવતી સાથે વોટ્સએપમાં સંપર્ક થયો હતો.અને યુવતીએ યુવાન નિલેશભાઈ સાથે વાત ચિત કરી વિશ્વાસ કેળવી લીધો હતો.અને ગોલ્ડ ટ્રેડિંગ કરી નફો આપવાનું બહાનું ધરી યુવતીએ નિલેશભાઈ પાસે ગોલ્ડ ટ્રેડિંગ કરવા માટે વેબ સાઇટમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું.જે વેબસાઇટના કસ્ટમર કેરમાં આપવામાં આવતા બેંક એકાઉન્ટમાં જુદી જુદી તારીખે ઇન્વેસ્ટ કરાવડાવી શરૂઆતમાં રૂ.૬૦૦૦ નફો આપી યુવતીએ નિલેશભાઈનો વધુ વિશ્વાસ કેળવી લીધો હતો.દરમિયાનમાં નિલેશભાઈ પાસે ગોલ્ડ ટ્રેડિંગના નામે લિંકના માધ્યમથી જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં રૂ.૧૭,૦૦,૦૪૭ ઇન્વેસ્ટ કરડવી સાયબર ફ્રોડ કરી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઈ નિલેશભાઈ સાથે ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.આ બનાવ સંદર્ભે નિલેશભાઈએ અજાણ્યા વિરૂધ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડેટિંગ એપ મારફત યુવતી નિલેશભાઈના સંપર્કમાં આવી હતી

નિલેશભાઈના લગ્ન બાકી હોય યુવતીની શોધમાં યુવાને બંબલ નામની ડેટિંગ એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી કરી હતી.અને સોના મુખર્જી નામની યુવતી સાથે સંપર્ક થયો હતો.અને બન્ને વાતચીત કરવા લાગ્યા હતા.અને યુવતીએ પોતાના ફોટા પણ નિલેશભાઈને મોકલ્યા હતા.


Tags :