Get The App

નવસારીના ખાનપુરનો યુવક બે યુવતી સાથે કરશે લગ્ન, 3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, આદિવાસી સમાજની અનોખી પરંપરા

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
નવસારીના ખાનપુરનો યુવક બે યુવતી સાથે કરશે લગ્ન, 3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, આદિવાસી સમાજની અનોખી પરંપરા 1 - image


Navsari News : ગુજરાતના નવસારીના વાંસદા તાલુકામાં યુવકની લગ્નીની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખાનપુર ગામના યુવકના આવતીકાલે સોમવારે (19 મે, 2025) બે યુવતી સાથે અને પોતાના 3 ત્રણ સંતાનોની સાક્ષી લગ્ન થવા જઈ રહ્યાં છે, ત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. આદિવાસી સમાજની એક અનોખી પરંપરાથી યુવકના બે યુવતી સાથે લગ્ન થવાના છે.

નવસારીના યુવકના લગ્નની કંકોત્રી વાઈરલ 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામના રહેવાસી મેઘરાજભાઈ (ઉં.વ.36)ના લગ્નની કંકોત્રીની ચર્ચા ચારેયકોર થઈ રહી છે. કંકોત્રીમાં તેમના લગ્ન બે યુવતી અને તેમના ત્રણ સંતાનોની સાક્ષીએ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. વાત એમ છે કે, મેઘરાજભાઈને ખાંડા ગામના કાજલ ગાવિત સાથે પ્રેમ થતાં તેમણે વર્ષ 2010માં સગાઈ કરી હતી. જો કે, આ પછી મેઘરાજભાઈને કેલીયા ગામના રેખા ગાઈન સાથે પણ પ્રેમ થતાં વર્ષ 2013માં તેમની સાથે સગાઈ કરી હતી. 

નવસારીના ખાનપુરનો યુવક બે યુવતી સાથે કરશે લગ્ન, 3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, આદિવાસી સમાજની અનોખી પરંપરા 2 - image

માતા-પિતાના લગ્નમાં ત્રણ સંતાનો રહેશે હાજર

આ પછી મેઘરાજભાઈ, કાજલ અને રેખા ત્રણેય લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે, આદિવાસી સમાજમાં ઘણી વખત લગ્ન પહેલા યુવક-યુવતીઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. જ્યારે તેમની આર્થિક સ્થિતિ યોગ્ય જણાય ત્યારે તેઓ વિધિવત રીતે લગ્ન કરે છે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની આદિવાસી પરંપરાને ચાંદલા વિધિ અથવા ફૂલહાર તરીકે ઓળખવામાં આવે છે. 

આ પણ વાંચો: ડાબી આંખ ફરકવી શુભ કે અશુભ, શું એનાથી જીવનમાં કોઈ સારા સમાચાર મળે?

મેઘરાજભાઈને કાજલ અને રેખા થકી ત્રણ બાળકો છે. જ્યારે હવે એમના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે તેમના સંતાનો પણ માતા-પિતાના લગ્ન વિધિમાં હાજર રહેશે. એક મંડપમાં બે યુવતી સાથે લગ્ન થવાના છે, ત્યારે મેઘરાજભાઈના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ગુજરાતભરના લોકો ફોન કરીને પૂછપરછ અને પરંપરા વિશે માહિતી મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 


Tags :