Get The App

ડાબી આંખ ફરકવી શુભ કે અશુભ, શું એનાથી જીવનમાં કોઈ સારા સમાચાર મળે?

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
ડાબી આંખ ફરકવી શુભ કે અશુભ, શું એનાથી જીવનમાં કોઈ સારા સમાચાર મળે? 1 - image


Left eye: આમ તો સામાન્ય રીતે આંખ ફરકવી એ એક શારીરિક પ્રક્રિયા માનવામાં આવે છે. પરંતુ શુકન શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.ખાસ કરીને જો તમારી ડાબી આંખ ફરકે છે, તો તેની સાથે કેટલીક વિશેષ ઘટનાઓ જોડાયેલી છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, પરંતુ કેટલાક લોકો તેને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત માને છે. 

શુકન શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શરીરના અલગ- અલગ અંગો ફરકવાના અલગ અલગ સંકેત માનવામાં આવે છે. તેમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ સંકેતોનો મતલબ પણ આપવામાં આવ્યો છે. 

ડાબી આંખ ફરકવી 

શુકન શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ પુરુષની ડાબી આંખ ફરકે છે, તો શુભ સંકેત માનવામાં આવે છે. તેનો મતલબ છે કે, જીવનમાં કોઈ ખુશખબરી આવવાની છે. આ સારા સમાચાર નોકરી, વ્યવસાય તેમજ પારિવારિક જીવન સાથે જોડાયેલી હોઈ શકે છે. આ સિવાય લાંબા સમયથી રોકાયેલું કાર્ય પુરુ થવાનો સંકેત પણ હોઈ શકે છે. 

મહિલાઓની ડાબી આંખ ફરકવી

તો મહિલાઓની ડાબી આંખ ફરકવી અશુભ માનવામાં આવે છે. શુકન શાસ્ત્રમાં તેને અશુભ સંકેત તરીકે માનવામાં આવે છે. એવું કહેવાય છે કે,મહિલાઓની ડાબી આંખ ફરકવી એ કોઈ મુશ્કેલી અથવા કોઈ દુખદ સમાચારનો સંકેત હોઈ શકે છે. આવા સમયે મહિલાઓને સાવધાન રહેવા અને કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાની સલાહ આપવામાં આવે છે. 

જોકે, સતત જો તમારી આંખ ફરકતી રહે તો આંખની નસોની સમસ્યા હોઈ શકે છે અથવા ઊંઘ ઓછી આવવી એ પણ કારણ હોઈ શકે છે. 


Tags :