Get The App

કલોલમાં રિક્ષામાં બેઠેલી મહિલાના ગળામાં સોનાના દોરાની ચીલઝડપ

Updated: Dec 28th, 2024

GS TEAM

Google News
Google News
કલોલમાં રિક્ષામાં બેઠેલી મહિલાના ગળામાં સોનાના દોરાની ચીલઝડપ 1 - image


કલોલ :  કલોલમાં રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેમના સામાનની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે અને મહિલાના ગળામાં પેરેલ સોનાના દોરાની ચોરી થઈ હોવાનો બનાવ બનવા પામ્યો છે પંચવટી વિસ્તારમાં આવેલ ગોપાલ નગર પાસે રહેતી નીતાબેન ઘનશ્યામભાઈ ગઢવી ને ખુની બંગલા ચાર રસ્તા જવું હોવાથી તે જેપી ગેટ પાસે ઊભા હતા ત્યારે એક રીક્ષા આવી હતી જેમાં પાછળના ભાગે બે પુરુષ અને એક મહિલા મુસાફર બેઠી હતી અને તેઓ તેમની સાથે રિક્ષામાં બેસી ગયા હતા રીક્ષા ચાલકે તેમને ખૂની બંગલા પહેલા બેન્ક  પાસે જ ઉતારી દીધા હતા ત્યારબાદ તેઓએ તપાસ કરતાં તેમના ગળામાં પહેરેલ રૃપિયા ૭૮,૦૦૦નો સોનાનો દોરો ગાયબ હતો જેથી રિક્ષામાં બેઠેલ મુસાફરોએ તેમની નજર ચૂકવીને તેમણે પહેરેલ સોનાના દોરા ની ચોરી કરી લીધી હતી જે અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે કલોલમાં રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેમના કીમતી સામાનની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોય તેમ ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :