Gujarat

સિમેન્ટની થેલીમાં છૂપાવી લઇ જવાતા રૂા 14.17 લાખનો દારૂ સાથે ટ્રક ઝડપાઇ

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
સિમેન્ટની થેલીમાં છૂપાવી લઇ જવાતા રૂા 14.17 લાખનો દારૂ સાથે ટ્રક ઝડપાઇ

- વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર એલ.સી.બીનું ઓપરેશન

- કાણોદરમાં રહેતો પરપ્રાંતિય શખ્સ ઝડપાયોઃ આબુ રોડના શખ્સ સહિત બે જણા સામે ગુનો દાખલ 

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા-માલવણ હાઈવે ઉપર માલવણ ટોલ નાકા પાસેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લઇ પોલીસે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો હતો અનેરૂા.૧૪,૧૭,૫૦૦ના અંગ્રેજી દારૂ સાથે કુલ રૂા.૩૦,૭૨,૯૩૮નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આ જથ્થો સિમેન્ટની થેલીઓમાં છૂપાવવામાં આવ્યો હતો. 

સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પી.આઈ. એમ.ડી. ચૌધરી અને પી.એસ.આઈ. વી.આર જાડેજા સહિતનો  સ્ટાફ બજાણા વિસ્તારમાં પેટ્રોલિંંગમાં નિકળ્યો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે માલવણ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે વખતેે ત્યાંથી પસાર થતા ટાટા ટ્રકને અટકાવીને તલાશી લેતા તેમાં સિમેન્ટની થેલીઓની આડમાં સંતાડવામાં આવેલી અંગ્રેજી દારૂની ૧૪,૧૭,૫૦૦ની કિંમતની ૩૧૨૦ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટ્રક, ૫૨૦ નંગ સિમેન્ટની થેલી અને મોબાઈલ સહિત રૂા.૩૦,૭૨,૯૩૮નો મુદામાલ કબજે કરી ેરાજસ્થાન (જી.હાલ કાણોદર, બનાસકાંઠા) ખાતે રહેતા ફિરોજખાન સિકંદરખાન મોયલા નામના શખ્સની અટક કરીને પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો માવલ (તા.આબુ રોડ) ના ભૈરૂસીંગ ઘુડસીંગે આપ્યો હોવાનું ખુલ્યું હતુ.ં આ અંગે એલ.સી.બી પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.