Get The App

વડોદરાથી સારોદ રહેવા ગયેલ વિદ્યાર્થી પણ પ્લેનમાં સવાર હતો

મારો પુત્ર સલામત હોય તેવી દુઆ કરીએ છીએ

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાથી સારોદ રહેવા ગયેલ વિદ્યાર્થી પણ પ્લેનમાં સવાર હતો 1 - image


મૂળ જંબુસરના સારોદના રહેવાસી ઈબ્રાહીમભાઇ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ રૂમાના પાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ ભાજપના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત મહિનાથી ઇબ્રાહીમભાઇ પોતાનું વડોદરા ખાતેનું મકાન ભાડે આપી સારોદ રહેવા જતા રહ્યા છે. તેમને સંતાનમાં બે પુત્રો છે. જે પૈકી નાનો પુત્ર ઉંમર આશરે 24 વર્ષીય સાહિલ વિદેશમાં અભ્યાસ કરે છે. આ પ્લેનમાં તે પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે. સાહિલના પિતાએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે,  મારો નાનો પુત્ર સાહિલ સવારે ચાર વાગ્યે જોબ માટે નીકળ્યો હતો. મારી પુત્રીએ મને પ્લેન ક્રેશ થયાના સમાચાર આપતા પરિવાર ઘેરા આઘાતમાં છે. મારો પુત્ર સલામત હોય તેવી દુઆ કરીએ છીએ.


Tags :