વડોદરામાં રખડતા પશુએ દોટ મૂકતા ઢોરપાર્ટીનો કર્મચારી અડધો કિલોમીટર ઢસડાયો, પગમાં ફસાયું હતું દોરડું

Baroda News : વડોદરામાં મહાનગરપાલિકાના કર્મચારી રખડતી ગાયને પકડવા જતાં પગમાં દોરડું ફસાઈ ગયું હતું, જેના કારણે ગાયે દોટ મૂકતા કર્મચારી અડધો કિલોમીટર સુધી ઢસડાયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં મ.ન.પા.ના કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં ઘણી જગ્યાએ રોજ-રસ્તા પર રખડતા ઢોર જોવા મળતા હોય છે. વડોદરામાં 8 કર્મચારીઓની એક ટીમ શહેરના વારસિયા વિસ્તારમાં રસ્તે રખડતી ગાયોનો પકડવા માટે ગઈ હતી. જેમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીએ ગાયના ગળે રસો કર્મચારીના પગમાં આવી ગયો હતો અને ગાંઠ થઈ ગઈ હતી. તેવામાં ગાય ત્યાંથી ભાગી હતી, એટલે ઢોર પાર્ટીનો કર્મચારી પણ ગાયની પાછળ ઢસડાયો હતો.
આ પણ વાંચો: અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ
સમગ્ર ઘટનામાં કર્મચારી ઈજાગ્રસ્ત થતાં અન્ય કર્મચારીએ 108ને ફોન કરીને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.