અમદાવાદઃ (Anand)ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. (Accident)હાઈવે પર ઓવરસ્પીડને કારણે થતાં અકસ્માતોમાં મોતના આંકડા પણ વધી રહ્યાં છે. ત્યારે આણંદમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. બોરસદ-રાસ રોડ ઉપર એક્ટિવા પર બેસીને જઈ રહેલો પરિવાર કારે ટક્કર મારતાં ફૂટબોલની જેમ રોડ ઉછળ્યો હતો.(police) આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચારેયને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદમાં બોરસદ-રાસ રોડ ઉપર એક્ટિવા લઈને જઈ રહેલા પરિવારને સામેથી આવી રહેલી એક કારે ટક્કર મારી હતી. જેમાં પુત્રી અને પિતાનું મોત થયું છે અને માતા તથા એક પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અકસ્માત બાદ કાર ચાલક બોરસદ રૂલર પોલીસ મથકે હાજર થયો હતો. કારની ટક્કરથી પરિવાર હવામાં ફંગોળાયો હતો. ચારેયને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતમાં આખો પરિવાર વિખેરાઈ ગયો
આ ઘટનાની બોરસદ પોલીસને જાણ થતાં જ પોલીસ તથા 108 તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે બોરસદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે નાની બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. હાલ માતા અને એક પુત્રી સારવાર હેઠળ છે. આ અકસ્માતમાં આખો પરિવાર વિખેરાઈ ગયો હતો.


