Gujarat

વડોદરાના દંપતીને નશીલાં દ્રવ્યો આપનાર રાજસ્થાનનો સપ્લાયર પકડાયો

By GS Team
5 Jan 20221 min read
This article was originally published on 5 Jan 2022
વડોદરાના દંપતીને નશીલાં દ્રવ્યો આપનાર રાજસ્થાનનો સપ્લાયર પકડાયો

વડોદરા, તા. 05 

વડોદરાના તાંદલજા વિસ્તારમાં નશીલા દ્રવ્યો નો વેપાર કરતા પરિવારના ચાર સદસ્યો ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. જે પ્રકરણમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર ને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડયો છે.

કોલેજીયન યુવતીઓને ગાંજો અને અન્ય નશીલા પદાર્થ પુરા પાડનાર તાંદલજાના ભાઈ બહેન સહિત ચાર જણાને પોલીસે ઝડપી પાડી ચરસ અને ગાંજા નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે નશીલા દ્રવ્યો પૂરા પાડનાર આણંદના દિલીપ ઉર્ફે કાકાને પણ ઝડપી પાડયો હતો.જ્યારે, નશો કરતા યુવક-યુવતીઓ નું કાઉન્સેલિંગ પણ કર્યું હતું.

બે દિવસ પહેલા પોલીસે તાંદલજાના ભાઈ બહેન ની માતા ઝરીના તેમજ તેના પતિ અબ્દુલ્લા ને ઝડપી પાડી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે. જેની પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતો રમેશ લક્ષી ભાઈ ગામેતી પૂરો પાડતો હોવાની વિગતો ખુલતા પોલીસની એક ટીમે ડુંગરપુર ખાતે દરોડો પાડી રમેશ ને ઝડપી પાડયો છે.