Gujarat

સગીર કન્યાને પ્રેમજાળમાં ફસાવી હોટલ તેમજ અન્ય સ્થળે બળાત્કાર

By GS Team
12 Feb 20221 min read
This article was originally published on 12 Feb 2022
સગીર કન્યાને પ્રેમજાળમાં ફસાવી હોટલ તેમજ અન્ય સ્થળે બળાત્કાર

વડોદરા, તા. 12

વડોદરાના તાંદલજા વિસ્તારની એક સગીર કન્યાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજારનાર પ્રેમી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, તાંદલજાની સગીરા સાથે પ્રેમ કરનાર હાથીખાના રજાકમીયા શેખ દ્વારા કન્યાને લગ્નની લાલચ આપી ફસાવવામાં આવી હતી.

સગીરાને હોટલ તેમજ અન્ય સ્થળોએ લઈ જવામાં આવી હતી. હોટલ તેમજ સગીરાના ઘરે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો સગીરાએ આક્ષેપ કર્યો છે. જે.પી.રોડ પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.