Get The App

કઠલાલ તાલુકાની સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું

Updated: May 11th, 2025

GS TEAM

Google News
Google News
કઠલાલ તાલુકાની સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું 1 - image


- લગ્ન કરવાની લાલચ આપીને સગીરાને લઇ જતા આરોપી સામે ફરિયાદ

કઠલાલ : કઠલાલ તાલુકાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને આરોપી લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. 

કઠલાલ તાલુકાની સગીરાને આરોપી દિલીપકુમાર ઉદેસિંહ પરમાર ( રહે. ભાદરવાના મુવાડા, તા. કપડવંજ)ને પ્રેમજાળમાં ફસાવી ઘરેથી લઇ ગયો હતો. લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :