શહેરના કલાલી - અટલાદરા ખાતે મ્યુ.કોર્પોરેશન દ્વારા તાજેતરમાં રસ્તો બનાવ્યા બાદ માર્ગની વચ્ચોવચ પાણીની લાઈન લીકેજ થતા સમારકામ માટે ફરી રસ્તાને ખોદી સમારકામ કરવાની નોબત આવી છે.
વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ કલાલી-અટલાદરા માર્ગ પર આવેલ કોર્પોરેટ પાર્ક ખાતે પાણી લાઈન લીકેજના કારણે નવો બનાવેલ રસ્તો તોડી સમારકામ હાથ ધરાતા સામાજિક કાર્યકરે મ્યુ.કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી નારાજગી દર્શાવી છે.
સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, કોર્પોરેટ પાર્ક ખાતે લગભગ ૧૦વર્ષે સારો રસ્તો બનતા સ્થાનિક રહીશોને રાહત થઈ હતી, જો કે દસેક દિવસમાં જ પાણીની લાઈન લીકેજ થવાના કારણે રસ્તો ખોદી સમારકામ કરાતા હવે માર્ગની મજબૂતાઈ શૂન્ય થઈ ગઈ છે.
મ્યુ.કમિશ્નરના આદેશ મુજબ, ભુગર્ભ માળખાકિય સુવિધા ઊભી કર્યા વગર અથવા નિરીક્ષણ વગર આડેધડ કામગીરીના કારણે આવી પરિસ્થિતી ઉદ્ભવતા સમય અને નાંણાનો વેડફાટ થાય છે. રસ્તાના કામોમાં મ્યુ.કમિશ્રરે નિરીક્ષણ કરવું જોઈએ અને આવી બેદરકારી મા મલે કડકાઈ દાખવવી જોઈએ.


