Get The App

અમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

Updated: Oct 1st, 2024

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે 1 - image


Fire Broke Out Clothes Godown In Ahmedabad: અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક કપડાંનાં ગોડાઉનમાં અચાનક ભાષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.ભીષણ આગના કારણે લોકોમાં નાસભાગ મચી હતી. 


અમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે 2 - image

મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં એક કપડાંનાં ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની નવ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ એટલી ભયાવહ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાયા હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીના વાળ ખેંચી ભીંતે માથું પછાડનારો શિક્ષક સસ્પેન્ડ, અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલની ઘટના


આગ લાગવાનું કારણ અકબંધ 

કપડાંનાં ગોડાઉનમાં ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે પાછળનું કારણ હાલ પણ અકબંધ છે. જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે અને આ આગ કેવી રીતે તે અંગ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ખાડિયાના પાનકોરનાકા વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.

અમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે 3 - image


Tags :