Get The App

દુગારી ગામના વેપારી સાથે રૂપિયા 2.75 કરોડથી વધુની છેતરપિંડી

Updated: May 8th, 2025

GS TEAM

Google News
Google News
દુગારી ગામના વેપારી સાથે રૂપિયા 2.75 કરોડથી વધુની છેતરપિંડી 1 - image


- કંપનીમાં 70 કરોડનું ટર્ન ઓવર છે જણાવીને વિશ્વાસમાં લઈ 

- પિતા-પુત્ર અને એક યુવતી સામે ગુનો નોંધાયો

આણંદ : તારાપુર તાલુકાના દુગારી ગામના એક વેપારી સાથે પોતાની કંપનીમાં રૂપિયા ૭૦ કરોડનું ટર્ન ઓવર છે, તેમ જણાવીને રૂપિયા ૨.૭૫ કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પિતા-પુત્ર અને એક અન્ય યુવતી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તારાપુર તાલુકાના દુગારી ગામના વેપારી વિજયરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે સતાશા ફાર્માસ્યુટિકલ પ્રાઈવેટ લિમિટેડના અભિષેક આનંદ રાજીવરંજન સિંગે મિત્રતા કેળવી વર્ષ ૨૦૨૨માં પોતાની માલિકીની સતાશા ફાર્માસ્યુટિકલ પ્રાઈવેટ લિમિટેડમાં રૂપિયા ૭૦ કરોડનું ટર્ન ઓવર છે, તેવો વિશ્વાસ અપાવીને વિજયરાજસિંહને એક ફાર્માસ્યુટિકલ કંપની શરૂ કરાવી હતી. જે અભિષેક સિંગના કહેવાથી રાજીવરંજન સિંગ કે જેઓ અભિષેક સિંગના પિતા છે, તેમને ક્રેડિટ ઉપર રૂપિયા ૭૦,૨૧,૭૪૪નો માલ અપાવ્યા હતો. જેમાંથી ફક્ત રૂપિયા ૧૧,૦૫,૮૭૨ પરત કરી બાકીની રકમ રૂપિયા ૫૯,૧૫,૯૦૨ વિજયરાજસિંહે વારંવાર જણાવવા છતાં ચૂકવી ન હતી. તેમ છતાં બંને પિતા-પુત્રએ વિજયરાજસિંહને ફરી વિશ્વાસ અપાવી સતાશા ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડને દવા બનાવવાનો ઓર્ડર અપાવી વિજયરાજસિંહ પાસે તે કંપનીના ખાતામાં રૂપિયા ૧૩,૦૦,૦૦૦ જમા કરાવ્યાં હતા. તેમ છતાં ઓર્ડર મુજબ વિજયરાજસિંહને માલ આપ્યો ન હતો. ત્યારબાદ પણ વિજયરાજસિંહને ખોટો વિશ્વાસ અપાવી બંને પિતા - પુત્રએ સારા વળતરની લાલચ આપી વિજયરાજસિંહ સાથે રૂપિયા ૨, ૫૭,૧૫,૯૦૨ની છેતરપિંડી આચરી હતી.

 આ અંગે વિજયરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અભિષેક આનંદ રાજીવરંજન સિંગ, અંકિતાબેન સિંગ અને   રાજીવરંજનકુમાર સિંગ સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :