Get The App

ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર 1 - image

વિદ્યાર્થીઓ-શ્રદ્ધાળુઓ જીવના જોખમે પસાર થવા મજબૂર

બ્રિજનું નવીનીકરણ કે મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ધટનાની ભીતિ

ધ્રાંગધ્રા -  ધ્રાંગધ્રા શહેરના માનસાગર તળાવ નજીક આવેલો રાજાશાહી જમાનાનો ઐતિહાસિક બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બ્રિજ શહેરની એકમાત્ર કોલેજ તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થાય છે.

આ ઉપરાંત, આ જ માર્ગ પર પ્રસિદ્ધ મેલડી માતાજીનું મંદિર આવેલું હોવાથી દર્શનાર્થે આવતા હજારો ભક્તો માટે પણ આ બ્રિજ જોખમી સાબિત થઈ રહ્યો છે. બ્રિજની કથળતી હાલતને જોતા ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. રાજ્યભરમાં જૂના અને જોખમી પુલોનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે ધ્રાંગધ્રાના આ વ્યસ્ત પુલ પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે અનેક સવાલો ઉભા થયા છે. વર્ષોથી બ્રિજ જર્જરિત હોવા છતાં રિપેર કરવામાં આવ્યો નથી એટલું જ નહીં  સુરક્ષાના ભાગરૃપે પણ તેને બંધ કરવામાં આવ્યો નથી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જો સમય રહેતા આ બ્રિજનું નવું નિર્માણ કે મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે.

Tags :