અમદાવાદ: ધરણીધરથી દાણીલીમડા જતા રસ્તા પર પડ્યો મોટો ભુવો
અમદાવાદ, તા. 13 જુલાઈ 2020 સોમવાર
હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. ત્યારે શહેરમાં સામાન્ય વરસાદમાં ભુવા પડવાનો સિલસિલો થંભતો નથી.
શહેરના ધરણીધરથી દાણીલીમડા જતા રસ્તા પર મોટો ભુવો પડ્યો છે. શહેરના દાણીલીમડા નજીક આવેલ ખોડિયાર નગર ચાર રસ્તા પર પણ ભુવો પડ્યો છે. આમ તો ચોમાસુ શરૂ થાય તે પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે.
પરંતુ નજીવા વરસાદે પડતા મોટા મોટા ભુવા કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. દર વર્ષે વરસાદમાં ભુવા પડતાં AMCની કામગીરી પર સવાલ થવા સ્વાભાવિક છે.