Get The App

સિદ્ધપુર સ્ટેશન પર આ નવ ટ્રેન ઊભી નહીં રહે, જાણો કઈ તારીખ સુધી શિડ્યુલ બદલાયું

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
સિદ્ધપુર સ્ટેશન પર આ નવ ટ્રેન ઊભી નહીં રહે, જાણો કઈ તારીખ સુધી શિડ્યુલ બદલાયું 1 - image


Namo Bharat Rapid Rail: અમદાવાદ મંડળના સામખિયાળી-ગાંધીધામ સેક્શનના ભીમસર સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગની કામગીરીને લઈ આગામી 30 મે સુધી કચ્છ- ભુજ તરફ જતી કેટલીક ટ્રેન તેમાં પ્રભાવિત થઈ છે. જેમાં અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ, ગાંધીધામ- જોધપુર એક્સપ્રેસ, ગાંધીધામ- પાલનપુર એક્સપ્રેસ અને રાજકોટ- ભુજ સ્પેશિયલ ટ્રેન પ્રભાવિત થતાં તેને રદ કરવામાં આવી છે. 

આ ઉપરાંત, મહેસાણા- પાલનપુર સેક્શનના સિદ્ધપુર સ્ટેશન પર ક્રોસઓવરના શિફ્‌ટીંગ કામને કારણે આબુ રોડ-મહેસાણા ડેમૂ, જમ્મુ તાવી- સાબરમતી, યોગનગરી ૠષિકેશ- સાબરમતી, દોલતપુર ચોક- ગાંધીનગર, જોધપુર-સાબરમતી, શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી, જયપુર-ઓખા સાપ્તાહિક, હિસાર- બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક અને જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસને આગામી 30 મે સુધી સિદ્ધપુર સ્ટેશન પર ઉભી રહ્યાં વિના ટ્રેન ત્યાંથી આગળ વધશે તેમ રેલવે વિભાગે જણાવ્યું છે.


આ પણ વાંચો: પાટણના સાંતલપુરમાં દલિત આધેડને જીવતો સળગાવી દેવાયો, બે લોકોની ધરપકડ, પગમાં ઝાંઝર અને ચણિયો પહેરાવ્યો

આ ટ્રેનો  સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય

1. 28 થી 30 મે 2025 સુધી ટ્રેન નંબર 79438 આબુ રોડ-મહેસાણા ડેમૂ

2. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19224 જમ્મુ તાવી-સાબરમતી એક્સપ્રેસ

3. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ

4. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ

5. 28 થી 30 મે 2025 સુધી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ

6. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ

7. 27 મે 2025 ની ટ્રેન નંબર 20952 જયપુર-ઓખા અઠવાડિક એક્સપ્રેસ

8. 27 મે 2025 ની ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ અઠવાડિક એક્સપ્રેસ

9. 29 મે 2025 ની ટ્રેન નંબર 16507 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ

Tags :