Get The App

સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ 1 - image


Selvas News : દાદરા નગર હવેલીના સેલવાસથી ચોંકવાનારી ઘટના સામે આવી છે. સેલવાસમાં આવેલી ઝંડા ચોક સરકારી શાળામાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલીને બનાવ અંગ પોલીસને જાણ કરવામાં આવી હતી. 

5 વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો 

મળતી માહિતી મુજબ, ગઈકાલે (31 જુલાઈ) સાંજે સેલવાસની ઝંડા ચોક સરકારી શાળામાં વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી બાદ ધોરણ 9ના વિદ્યાર્થીએ પોતાની બેગમાંથી ચપ્પું કાઢીને ધોરણ 11ના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. હુમલાની ઘટનાને લઈને શિક્ષકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીને કાન, હાથ અને પીઠ સહિતના ભાગે ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ

ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલો કરનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હુમલો કરવાનું ચોક્કસ કારણ હજુ જણાયું નથી, ત્યારે સેલવાસ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :