Get The App

10 થી 60 વર્ષના 80 સભ્યોએ 1 વર્ષમાં 32 હજાર કિમીથી વધુ સાયકલિંગ કર્યું

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
10 થી 60 વર્ષના 80 સભ્યોએ 1 વર્ષમાં 32 હજાર કિમીથી વધુ સાયકલિંગ કર્યું 1 - image


વિશ્વ સાયકલ દિવસે ધ્રાંગધ્રા સાયકલિંગ ગુ્રપની અનોખી પહેલ

કોરોના કાળથી અત્યાર સુધીમાં ગુ્રપ દ્વારા અંદાજે ૩.૩૬ લાખ કિલોમીટરનું સાયકલિંગ કર્યું છે

આગામી સમયમાં ૪ લાખ કિલોમીટર સાયકલિંગ કરવાનો લક્ષયાંક

સુરેન્દ્રનગરધ્રાંગધ્રામાં કોરોના કાળ વખતથી ચાલતા સન્ડે સાયકલિંગ ગુ્રપમાં આજે ધીમેધીમે કરતા ૮૦થી વધુ સભ્યો જોડાયા છે અને તમામ સભ્યો દરરોજ સવારે નિયમીત સાયકલિંગ કરી સ્વાસ્થયની કાળજી સાથે લોકોને અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યાં છે. ગુ્રપના ૧૦થી ૬૦ વર્ષના ૮૦ સભ્યોએ એક વર્ષમાં ૩૨ હજાર કિમીથી વધુ સાયકલિંગ કર્યું છે. તેમજ આગામી સમયમાં ૪ લાખ કિલોમીટર સાયકલિંગનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

આ ગુ્રપમાં ૧૦ વર્ષના બાળકોથી લઈ ૬૦ વર્ષની ઉંમરના લોકો પણ જોડાયા છે અને એકવર્ષમાં અંદાજે ૩૦,૦૦૦થી વધુ કિલોમીટર સાયકલિંગ કરી ચુક્યા છે. આજના આધુનિક યુગમાં યુવાનો સહિત લોકો દેશી અને શુધ્ધ આહાર લેવાને બદલે જંકફુડ તરફ વળ્યા છે જેના કારણે સ્વાસ્થય યોગ્ય રીતે જળવાતું નથી અને બિમારીઓનો પણ વધુ ભોગ બને છે આથી સ્વાસ્થયને જાળવવા માટે અન્ય કસરતો સાથે સૌથી વધુ સરળ ઉપાય સાયકલિંગ છે ત્યારે ધ્રાંગધ્રાના સન્ડ સાયકલિંગ ગુ્રપમાં ધીમેધીમે લોકો જોડાતા ગયા અને આ ગુ્રપમાં આજે ૮૦થી વધુ સક્રિય સભ્યો છે.

ગરમી હોય કે ઠંડી કે પછી વરસાદ બારે મહિના સાયકલ સવારોમાં ઉત્સાહ જોવા મળે છે ત્યારે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ગુ્રપના સભ્યો દ્વારા શહેરના રોકડીયા હનુમાન, સીતા દરવાજા, રાજકમલ ચોક, શક્તિ ચોક, ગ્રીન ચોક, ઝાલા રોડ સહિતના શહેરી વિસ્તારોમાં જાગૃતી ફેલાવવા સાયકલિંગ કર્યું હતું. શરૃઆતમાં આ ગુ્રપના સભ્યો માત્ર રવિવારે જ સાયકલિંગ કરતા હતા પરંતુ વધુ લોકો જોડાતા હાલત દરરોજ સાયકલિંગ કરીરહ્યાં છે અને અન્ય લોકોને પણ સાયકલિંગ થકી સ્વાસ્થયની જાણવણી કરવા અનુરોધ કરી રહ્યાં છે. આ ગુ્રપના સભ્યો દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૩,૩૬,૦૦૦ કિલોમીટર સાયકલિંગ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ૪ લાખ કિલોમીટરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે હાલ આ ગુ્રપમાં દરરોજ ૩૦થી વધુ લોકો જોડાઈ રહ્યાં છે.

Tags :