ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ગોસીન્દ્રા ગામ પાસે ગેરકાયદે માટી ખનન પર દરોડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરથી આવેલા ફ્લાઇંગ સ્કવોડ દ્વારા પોર નજીકના ગોસીન્દ્રા ગામ પાસે સરકારી જમીનમાં ગેરકાયદે ચાલતા માટી ખનન ઝડપી પાડવામાં આવ્યંુ છે. જે અંગે ચાર વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખાણ ખનીજ વિભાગની ગાંધીનગર સ્થિત ફ્લાઇંગ સ્કવોડને માહિતી મળી હતી કે, વડોદરાના પોર ગામ નજીક આવેલા ગોસીન્દ્રા ગામથી ઉટીયા ગામ જવાના રસ્તા પર આવેલી સરકારી જમીનમાં ગેરકાયદે માટી ખનન થઇ રહ્યું છે. જેથી, આજે બપોરે ગાંધીનગરથી આવેલી ટીમે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. તે સમયે જ માટીનું ખોદકામ કરી ડમ્પર ભરાવવાનું શરૃ થયું હતું. તે સમયે જ રેડ પડતા નાસભાગ મચી ગઇ હતી. સ્કવોડે સ્થળ પરથી ત્રણ ડમ્પર અને માટીનું ખોદકામ કરતા એક હિટાચી મશીન મળી કુલ ૧.૮૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ વાહનો ગ્રામ પંચાયતની ઓફિસ નજીક મૂકવામાં આવ્યા છે. વરણામા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એમ. ચૌધરીેએ જણાવ્યું છે કે, અમને કોઇ જ રિપોર્ટ આપવામાં આવ્યો નથી કે વાહનો જમા કરાવવામાં આવ્યા નથી.








