ખાનગી શાળાના 7000 શિક્ષકો, 1500 સ્ટાફ આજથી બેરોજગાર
'ફી નહીં તો પગાર નહીં' કહીને મોટાભાગની સ્કુલોએ સ્ટાફને પગાર આપવાનું બંધ કરી દેવાનું નક્કી કર્યુ છે
સુરતમાં 1.50 લાખ વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ
સુરત , તા.23 જુલાઇ, 2020, ગુરૃવાર
કોરોનાની
મહામારી વચ્ચે આજથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની 400 સ્કુલો સંપૂર્ણ બંધ
કરી દેવાતા શહેરમાં 7000 શિક્ષકો અને 1500 બિનશૈક્ષણિક સ્ટાફ મળીને 8500 બેરોજગાર બન્યા છે.
તો 1.50 લાખ વિદ્યાર્થીઓ પણ ભણતા બંધ થઇ ગયા છે.
દેશભરમાં કોરોનાના હાહાકારના કારણે સ્કુલો માર્ચ મહિનાથી બંધ છે. અને જેવુ નવુ સત્ર જુન મહિનામાં શરૃ થયુ કે ઓનલાઇન શિક્ષણ ભણાવવાનું પણ શરૃ થયુ હતુ. શિક્ષણ શરૃ થતા જ ફીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. કેટલાક વાલીઓએ ફી ભરી દીધી તો કેટલાક વાલીઓએ સ્કુલો નહીં તો ફી નહીં કહીને ફી નહીં ભરી હતી. વાલીઓએ ઘણી સ્કુલોની ફરિયાદ પણ કરી છે. આ વચ્ચે જ રાજય સરકારે તમામ સ્કુલોને ફી નહીં વસુલવા માટે આદેશ કર્યો છે. જેને લઇને સંચાલક મંડળોએ આજથી સ્કુલોને પાટીયા પાડી દીધા છે.
આ થવાના કારણે જ આજથી જે ઓનલાઇન શિક્ષણ આપતા હતા. તે શિક્ષકો અને સ્ટાફ જે સ્કુલો આવતો હતો. તે પણ નવરાધૂપ થઇ ગયા છે. હવે મુળ વાત આ શિક્ષકો અને સ્ટાફ ના પગારની તો સંચાલકોેએ માર્ચ મહિનાથી લઇને જુન સુધી પગાર પર કાપ મુકીને પણ આપ્યો છે. પરંતુ હવે તો ફી મળતી જ બંધ થઇ જતા મોટાભાગની સ્કુલો માં શિક્ષકોને પગાર કરવાના ફાંફા પડી ગયા હોવાનું જણાવીને પગાર આપવાનું બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની 400 સ્કુલોમાં 7,000 શિક્ષકો, અને અન્ય 1500 સ્ટાફ મળીને 8500 સ્ટાફ આજથી બેરોજગાર બન્યા છે. સાથે જ 1.50 લાખ વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણતા બંધ થઇ ગયા છે.