Get The App

7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 3 કલાક માટે જાહેર કર્યું રેડ એલર્ટ

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 3 કલાક માટે જાહેર કર્યું રેડ એલર્ટ 1 - image


Gujarat Weather Updates: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ આગામી એક વાગ્યા માટે આગાહી કરવામાં આવી હતી. જેમાં સાત જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ, જ્યારે 18 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, દાદરા અને નગર હવેલી, દમણ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું  રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.51 ઈંચ વરસાદ નોંધાયો છે. પોશીના 6.02 ઈંચ, ધરમપુર 5.43 ઈંચ, રાધનપુર 4.65 ઈંચ, ભચાઉ 4.37 ઈંચ અને લાખણીમાં 4.09 ઈંચ વરસાદ નોંધોય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સતત વરસાદ, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ, બોપલમાં દિવાલ ધરાશાયી


રાજ્યમાં 102.89 ટકા વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં  106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.

Tags :