Get The App

ભાવનગર એસટી વિભાગના 65 કંડક્ટરની અન્ય જિલ્લામાં બદલી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગર એસટી વિભાગના 65 કંડક્ટરની અન્ય જિલ્લામાં બદલી 1 - image


- ભાવનગર અને બોટાદ જિલ્લાને સમાવતા

- અન્ય જિલ્લામાં ફરજ બજાવતા 39 કંડક્ટરની માંગણી મુજબ ભાવનગર વિભાગમાં બદલીના ઓર્ડર કરાયા 

ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લાને સમાવતા ભાવનગર એસટી વિભાગના ૬૫ કંડક્ટરની અન્ય જિલ્લામાં બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે તેમ એસટીના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. 

સાધનોના જણાવ્યા અનુસાર તાજેતરમાં કંડક્ટરની ભરતી પ્રક્રિયા થવા સાથે પોસ્ટિંગના ઓર્ડર અપાયા હતા. જેમાં નવા ૧૪૨ કંડક્ટર ભાવનગર વિભાગને ફાળવવામાં આવ્યા હતા.  

દરમિયાનમાં, જૂના કંડક્ટરની તેમના વતનમાં પોસ્ટિંગની લાંબા સમયની માંગણી હતી. જેને અનુલક્ષીને ૬૫ કંડક્ટરની તેમના વતનના જિલ્લામાં બદલીના ઓર્ડર ભાવનગર વિભાગીય નિયામક દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય જિલ્લામાંથી ૩૯ કંડક્ટરની ભાવનગર વિભાગમાં બદલી કરવામાં આવી છે. 

આમ, ભાવનગર વિભાગને પહેલા ડ્રાઈવર અને હવે કંડક્ટર ફાળવાતા અત્યાર સુધી જે ઘટ પ્રવર્તતી હતી તે દૂર થઈ છે. 

સપ્તાહમાં વિભાગને 7 નવી બસ ફાળવાશે 

ભાવનગર એસટી વિભાગને ચાલુ માસમાં ૭ નવી એસટી બસ ફાળવવામાં આવનાર હોવાનું સાધનોએ જણાવ્યું હતું. આ નવી બસ ફાળવવામાં આવવાથી એસટીના નવા રૂટ શરૂ કરવાનું શક્ય બનશે. 

Tags :