Gujarat

4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં હાલોલમાં જળબંબાકાર, મહિલાનું તણાઈ જતાં મોત

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
હાલોલમાં મંગળવારના રોજ બપોરના એક વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકી જતા નગરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. લોકોના ઘર તેમજ દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. આ સિવાય પાણીમાં તણાઈ જવના કારણે 50 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં હાલોલમાં જળબંબાકાર, મહિલાનું તણાઈ જતાં મોત

Gujarat Weather News: પંચમહાલના હાલોલમાં મંગળવારના રોજ બપોરના એક વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકી જતા નગરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. લોકોના ઘર તેમજ દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. આ સિવાય પાણીમાં તણાઈ જવના કારણે 50 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. 

વીજ પુરવઠો ખોરવાયો

હાલોલના દરેક રોડ ઉપર ગોઠણ સમા પાણી વહેતા થયા હતા જેમાં કેટલાક ટુ વ્હિલ વાહનો પણ તણાયા હતા. પાણી ભરાયેલા વિસ્તારના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અતિ ભારે વરસેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદને કારણે અનેક ઠેકાણે વૃક્ષો તેમજ વીજ થાંભલા અને વીજવાયરો તૂટી પડતા વીજળી ગુલ થઈ હતી. નગરના મોટાભાગના વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ છવાયો હતો. 

આ પણ વાંચોઃ સાઈબર ગઠિયાઓમાં ગુજરાત હોટ ફેવરિટ, 1.20 લાખ કૉલ સાથે સાઈબર ફ્રોડનો ભોગ બનવામાં દેશમાં ત્રીજા ક્રમે

પાણીમાં તણાતા મહિલાનું મોત

પાવાગઢ તરફથી યમુના કેનાલ દ્વારા આવતા પાણીનો પ્રવાહ વધી જતા બાદશાહ બાવાની દરગાહ નજીક રામપરીના પૂલ પાસે કેબિનમાં બેઠેલી 50 વર્ષની મહિલા કેબિન સાથે તણાઈ ગઈ હતી. મહિલાની શોધખોળ કરતા થોડે દૂરથી મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલના ખસેડવામાં આવી હતી. જો કે, ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. 

આ પણ વાંચોઃ પંચમહાલના શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું, સ્થાનિકોને હાલાકી

મુખ્ય રોડ પર કેડ સમા પાણી ભરાયા

આ સિવાય પાવાગઢ રોડ, બોમ્બે હાઉસ ત્રણ રસ્તા, બસ સ્ટેન્ડ વિસ્તાર, અરાદ રોડ, જ્યોતિ સર્કલ, હાલોલ પાવાગઢ બાયપાસ રોડ, દાવડા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓમાં ઢીંચણ અને કેડ સમા પાણી ભરાતા લોકોની અવર જવર માટે માર્ગ બંધ થતા અનેક લોકો અટવાઈ ગયા હતા. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા રહીશો વહીવટી તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.