Get The App

VIDEO | કચ્છ: માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સની હાઈ-ફ્લાઈંગ ઉડાન, પેરાસેઈલિંગમાં 594 કેડેટ્સે આભને આંબ્યું

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | કચ્છ: માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સની હાઈ-ફ્લાઈંગ ઉડાન, પેરાસેઈલિંગમાં 594 કેડેટ્સે આભને આંબ્યું 1 - image


36 Gujarat Battalion NCC Bhuj : કચ્છના માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સનો જોશ અને સાહસનો સંગમ જોવા મળ્યો. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી અને નેવી વિંગના કુલ 594 કેડેટ્સે 'વાર્ષિક તાલીમ શિબિર' (ATC) અંતર્ગત પેરાસેઈલિંગમાં રોમાંચક ઉડાન ભરી હતી. 36 ગુજરાત બટાલિયન NCC ભુજ દ્વારા આયોજિત આ 10 દિવસીય કેમ્પમાં યુવાનોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.

ડરને માત આપી આત્મવિશ્વાસની ઉડાન

14 થી 23 જાન્યુઆરી દરમિયાન ચાલનારા આ કેમ્પમાં કેડેટ્સને માત્ર શારીરિક તાલીમ જ નહીં, પરંતુ માનસિક મજબૂતીના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે. પ્રમાણિત તાલીમકારોની દેખરેખ હેઠળ કેડેટ્સે પેરાસેઈલિંગના મૂળભૂત સિદ્ધાંતો, સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશન જેવી ગૂંચવણભરી બાબતો પ્રેક્ટિકલ રીતે શીખી હતી. દરિયાકિનારાથી સેંકડો ફૂટ ઉપર હવામાં ઉડાન ભરીને કેડેટ્સે પોતાના મનમાંથી ઊંચાઈના ડરને દૂર કર્યો હતો.


નેતૃત્વ અને ટીમવર્કનું ઘડતર

36 ગુજરાત એનસીસી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે જણાવ્યું હતું કે, "પેરાસેલિંગ એ માત્ર સાહસિક રમત નથી, પરંતુ તે કેડેટ્સમાં ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વના ગુણો વિકસાવવાનું માધ્યમ છે. આ યુવા કેડેટ્સે અસાધારણ શિસ્ત અને હિંમતનું પ્રદર્શન કર્યું છે જે ભવિષ્યમાં દેશસેવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે."

VIDEO | કચ્છ: માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સની હાઈ-ફ્લાઈંગ ઉડાન, પેરાસેઈલિંગમાં 594 કેડેટ્સે આભને આંબ્યું 2 - image

આધુનિક ટેકનોલોજી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ

આ કેમ્પમાં માત્ર સાહસિક પ્રવૃત્તિઓ જ નહીં, પણ બદલાતા સમય સાથે યુદ્ધ અને કટોકટીના સમયે ઉપયોગી એવી આધુનિક તાલીમ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે:

ડ્રોન સ્પોટિંગ અને ફ્લાઈંગ: આધુનિક સર્વેલન્સની તાલીમ.

નાગરિક સંરક્ષણ (Civil Defence): મુશ્કેલ સમયમાં નાગરિકોની સુરક્ષા કેવી રીતે કરવી.

પ્રાથમિક સારવાર (First Aid): ઈમરજન્સી મેડિકલ હેલ્પ અંગે જાણકારી.

માહિતી આદાન-પ્રદાન: યુદ્ધ જેવી સ્થિતિમાં સંદેશાવ્યવહારની પદ્ધતિઓ.

આ પણ વાંચો: VIDEO | ગોધરા: દોરીના ગૂંચળા ₹220 પ્રતિ કિલો! પક્ષીઓના જીવ બચાવવા રતનપુર(કાં) ગામની અનોખી પહેલ

VIDEO | કચ્છ: માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સની હાઈ-ફ્લાઈંગ ઉડાન, પેરાસેઈલિંગમાં 594 કેડેટ્સે આભને આંબ્યું 3 - image

કેડેટ્સનો અનુભવ: 'ડરને પડકારવાનું સાહસ એટલે પેરા સેલિંગ'

જામનગર 8 ગુજરાત નેવલ યુનિટની લિડિંગ કેડેટ બંસી પાટોડીયાએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, "પ્રશિક્ષકોએ અમને થિયોરિટીકલ અને પ્રેક્ટિકલ સમજ આપીને મનના ભયને આત્મવિશ્વાસમાં ફેરવવાની કળા શીખવાડી છે. હવામાં ઉડતી વખતે જે રોમાંચ અનુભવાયો તે શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે."

VIDEO | કચ્છ: માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સની હાઈ-ફ્લાઈંગ ઉડાન, પેરાસેઈલિંગમાં 594 કેડેટ્સે આભને આંબ્યું 4 - image