હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે
Image : HNGU |
Hemchandracharya University Recruitments : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની મોટાપાયે ભરતી બહાર પડી છે. જેમાં વિવિધ કોલેજો માટે પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લાયબ્રેરિયન સહિતની કુલ 5900 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવનાર ઈચ્છુક વ્યક્તિ આગામી 25, 26 અને 28 ઓગસ્ટ, 2025 (સોમ, મંગળ અને ગુરુવાર) સવારે 9 વાગ્યે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પાટણ ખાતે વોક-ઈન-ઓપન ઈન્ટરવ્યૂમાં જઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઈન્ટરવ્યૂ સમયે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટની ત્રણ નકલ કરાવીને લાવાની રહેશે. ભરતી સંદર્ભે લુઘતમ લાયકાતના ધોરણો સહિતની માહિતી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ngu.ac.in પરથી મળી રહેશે.