સુરતમાં કોરોનામાં નવા ૩૩ કેસ સામે ૫૨દર્દીઓ સાજા થયા


- સિટીમાં ૩૧ અને જીલ્લામાં ૨ કેસ : એકટીવ ૨૯૧ કેસ

સુરત, :

સુરતમાં ગુરૃવારે સિટીમાં કોરોનામાં ૩૧ અને જીલ્લામાં ૨ મળી નવા ૩૩ દર્દી સંક્રમિત થયા છે. જયારે સિટીમાં ૫૨  દર્દીઆનેે  ડિસ્ચાર્જ મળ્યો  હતો.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં ગુરૃવારે કોરોનામાં વધુ ૩૩ કેસ નોધાયો છે.જેમાં સૌથી વધુ રાંદેરમાં ૮લિંબાયતમાં ૭,વરાછા એમાં ૧, વરાછા બીમાં ૪, કતારગામમાં ૩, અઠવામાં ૩, સેન્ટ્રલમાં ૨ અને ઉધના એ ઝોનમાં૩  દર્દી સંક્રમિત થયા છે. જેમાં વિધાર્થી સહિતના સમાવેશ થાય છે. જયારે સિટીમાં ૫૨ દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ ૨૬૧ એકટીવ કેસ પૈકી ૪ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે સુરત જીલ્લામાં નવા ૨ દર્દી સંપડાયા છે. જયારે ૦ દર્દીઓને રજા આપી છે. જોકે જીલ્લામાં કુલ ૩૦ એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ ૨૯૧ થયા છે. 

City News

Sports

RECENT NEWS