Get The App

અમદાવાદમાં મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ સહિત 50 જેટલા રાજવી પરિવારોનું સન્માન કરાયું

દેશભરમાંથી આવેલા રાજવીઓને શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું

Updated: Oct 31st, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ સહિત 50 જેટલા રાજવી પરિવારોનું સન્માન કરાયું 1 - image


અમદાવાદઃ(Ahmedabad) શહેરના ગોતા વિસ્તારમાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજવી વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું.(royal families honored)આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના (vishva umiya foundation) રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવીઓનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવી પહોંચેલા રાજવીઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને તમામ રાજવીઓએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું. રાજવીઓને શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

રાજવી પરિવારનું સન્માન ખુશીની વાત

પાટડી સ્ટેટના રાજવી કુમાર હરપાલસિંહજી દેસાઈએ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે રાજવી પરિવારનું સન્માન થઈ રહ્યું છે જે  ખુશીની વાત છે. દેશનાં તમામ રજવાડાંને એકત્રિત કરીને જે સ્થાપના કરવામાં આવી એ સરદાર સાહેબ સિવાય કોઈ ન કરી શકે. રાજવીઓનું મ્યુઝિયમ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચોક્કસ બની જશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે જે લોકોએ પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે તેમનું આજે સન્માન થઈ રહ્યું છે. તે ઉપરાંત મેવાડના મહારાણા પ્રતાપના વંશજ ડો.લક્ષ્યરાજસિંહએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાષ્ટ્ર ચેતના મહાસંમેલન સામેલ થવાનો અવસર મળ્યો તે ગૌરવની વાત છે.  


Tags :