Get The App

ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 1 - image


Gujarat Earthquakes: દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 45 મિનિટના ગાળામાં જ વાંસદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાંસદામાં 1.6 જ્યારે વલસાડમાં 2.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બંનેની તીવ્રતા ભલે ઓછી હતી પણ છેલ્લા કેટલાક સમયમાં ભૂકંપના આંચકાના વધેલા પ્રમાણે ચિંતા ચોક્કસ વધારી છે. સપ્ટેમ્બરના 26 દિવસમાં જ ગુજરાતમાં ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાઇ ચૂક્યા છે. 

આ પણ વાંચોઃ 27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ

નિષ્ણાતોએ શું કહ્યું? 

જોકે, આ મુદ્દે નિષ્ણાતોનું માનવું છે કે, ‘વઘુ વરસાદ બાદ આંચકાના પ્રમાણમાં વધારો થતો હોય છે પણ ચિંતાનું કારણ નથી.’

આ વર્ષે 54 ભૂકંપના આંચકા આવ્યા

ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં 50 સહિત આ વર્ષે કુલ 54 આંચકા આવ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં એક જ વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ આંચકા છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 22  આંચકા સૌરાષ્ટ્ર, 20 આંચકા દક્ષિણ ગુજરાત, પાંચ આંચકા કચ્છ જ્યારે 3 આંચકા ઉત્તર ગુજરાતમાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંચકાનાં કારણો અલગ છે. આ પ્રદેશો દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું વિસ્તરણ છે અને દખ્ખણ એક સ્થિર વિસ્તારો છે, તેથી દક્ષિણ ગુજરાત પણ એકંદરે સ્થિર પ્રદેશ છે. પરંતુ અહીં ચોમાસા પછી, જમીનની તિરાડોમાં વરસાદનું પાણી નીચે ઊતરે છે અને તેથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે. જ્યારે ભૂગર્ભ દબાણને બહારની તરફ છોડે છે, ત્યારે તે ભૂકંપ મારફતે બહાર આવે છે. 

આ પણ વાંચોઃ 'બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..' NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર

ઈન્ડિયન સિસ્મોલોજી રિસર્ચ કાર્યવાહક ડિરેક્ટર સુમેર ચોપરાએ જણાવ્યું કે, ‘કચ્છનો ભૂસ્તરશાીય પ્રદેશ બાકીના ગુજરાત કરતાં અલગ છે. કચ્છમાં પૂર્વથી પશ્ચિમ તરફ ઘણી સક્રિય ફોલ્ટલાઇન છે. સામાન્ય રીતે વધુ વરસાદ પડે ત્યારે આંચકા આવવાના પ્રમાણમાં પણ વધારો જોવા મળતો હોય છે. હાલમાં ભૂકંપના આંચકા વધવા પાછળ પણ આ જ કારણ ગણી શકાય. હાલ જે આંચકા નોંધાય છે તેમની તીવ્રતા સામાન્ય રહી છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં સૌથી વઘુ 3.3ની તીવ્રતાનો આંચકો કચ્છના ખાવડા પાસે નોંધાયો હતો. આ સિવાય  મોટાભાગના આંચકાની તીવ્રતા 1 થી 2 વચ્ચે જ નોંધાઈ છે. 


Tags :