વડોદરા: ગાજરાવાડી વાઘોડિયા રોડ પર 5 ઝૂંપડા આગમાં ખાખ, ગોત્રીના ડુપ્લેક્સમાં આગ
વડોદરા, તા. 6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
વડોદરામાં જુદા વિસ્તારમાં આગ લાગવાના બનેલા ત્રણ બનાવોમાં હજારોની મતા ખાખ થઇ ગઇ છે.
વાઘોડિયા ચોકડી નજીક બ્રિજ પાસે આજે સવારે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા નજીકમાં બંધાયેલા ચાર ઝૂંપડા આગમાં લપેટાયા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ઝૂંપડા વાસીઓની ચીજ વસ્તુઓ આગમાં ખાખ થઈ ગઈ હતી.
બીજા એક બનાવમાં ગોત્રીના રત્નદીપ ડુપ્લેક્સ ખાતે એક મકાનમાં આજે સવારે ભગવાનના દીવાને કારણે આગ લાગતા એસી, ફર્નિચર તેમજ અન્ય ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું હતું.
જ્યારે બપોરે 12:30 વાગે ગાજરાવાડીના એક ઝૂંપડામાં દીવાના કારણે આગ લાગતાં ઘરવખરીને નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લઇ અન્ય મકાનો બચાવી લીધા હતા.