Gandhinagar News : ગુજરાતમાં ફરજ બજાવતા હોમગાર્ડ્ઝ, બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળના કુલ 43 અધિકારી-કર્મચારીને 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક દિવસે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ચંદ્રકો એનાયત કરાશે.
26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન
ગુજરાતના નિયમંત્રણ હેઠળ ડાયરેક્ટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્ઝમાં ફરજ પરના 43 કર્મીના પ્રસંશનીય અને વિશિષ્ટ સેવા બદલ આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. જેમાં 25 હોમગાર્ડ્ઝ, 3 બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, 5 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-કર્મચારીનો સમાવેશ કર્યો છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! 3 જિલ્લામાં યલો ઍલર્ટ, ઠંડી પણ વધશે



