'મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે', અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્તિનો આપઘાત
Amreli News : રાજ્યમાં મારામારી, આપઘાતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના બાબરા તાલુકામાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ, મૃતકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે, 'મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે....' સમગ્ર મામલે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બાબરામાં વ્યાજખોરોના ત્રાસથી 40 વર્ષીય પરણિતે કર્યો આપઘાત
મળતી માહિતી મુજબ, બાબરા તાલુકાના વાવડી ગામના નિલેશ ગમારા નામના 40 વર્ષીય પરણિત વ્યક્તિએ પોતાની વાડીએ ઝાડ સાથે દોરડું બાંધીને આત્મહત્યા કરી હતી. મૃતક પાસેથી 6 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવે. સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામો અને માથે કરજ હોય એવો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી
સમગ્ર ઘટના મામલે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે બાબરા હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. પોલીસ દ્વારા સ્યુસાઈટ નોટના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.