Gujarat

ચાર યુવકોની રોમિયોગીરી, મહિલા પોલીસને ઓળખી ના શક્યા, છેડતી કરતા ઝડપાયા

By GS Team
21 Jan 20221 min read
This article was originally published on 21 Jan 2022
ચાર યુવકોની રોમિયોગીરી, મહિલા પોલીસને ઓળખી ના શક્યા, છેડતી કરતા ઝડપાયા

વડોદરા, શુક્રવાર

શહેરમાં ખુલ્લેઆમ રોમિયોગીરી કરતા યુવકોને ઝડપી પાડવા માટે શી ટીમ દ્વારા સાદા વેશમાં પેટ્રોલિંગ કરી આવા તત્વોને દબોચી લેવામાં આવી રહ્યા છે.

     હરણી વિસ્તારની ગર્લ્સ હોસ્ટેલ પાસે કેટલાક યુવકો હોસ્ટેલની યુવતીઓને છેડી રહ્યા હોવાની વિગતો ને પગલે થોડા દિવસ પહેલાં જ પોલીસે ત્રણ જણાને ઝડપી પાડયા હતા.

     ફતેગંજ,સયાજીગંજ તેમજ આસપાસના અન્ય વિસ્તારોમાં કેટલાક બહારના યુવકો દ્વારા મહિલાઓને છેડવામાં આવી રહી હોવાની વિગતો મળતા ફતેગંજ પોલીસ ની શી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. 

     ‌ગઈકાલે સાંજે ફતેગંજ બ્રિજ પાસે મહિલા પોલીસ પસાર થઇ રહી હતી તે દરમિયાન બે બાઇક પર બેઠેલા ચાર યુવકોએ સાદા વેશમાં આવતી મહિલા પોલીસને ઓળખવામાં થાપ ખાધી હતી. પોલીસને જોતાં જ તેમણે બીભત્સ હરકતો કરવા માંડતા મહિલા પોલીસે ચારેય જણા ને ઝડપી પાડયા હતા. આ વખતે વોચ રાખતી પોલીસ પણ આવી જતાં ચારેય ની અટકાયત કરવામાં આવી હતી.

     પોલીસની પૂછપરછમાં તેમના નામ શૈલેષ સંગાડા (નવાયાર્ડ),પ્રદીપ વણકર (નવાયાર્ડ),અમરદીપ ચુડાસમાં (ફતેગંજ) અને મેહુલ શાહ (લેડી પીલર હોસ્પિટલ પાસે,ફતેગંજ) હોવાનું ખુલ્યું હતું.

એમ એસ યુનિવર્સિટી પાસેથી અશ્લીલ હરકતો કરતી યુવતી ઝડપાઇ

એમ.એસ.યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ શાળાના ગેટ પાસે પસાર થતાં રાહદારીઓ સામે અશ્લીલ ચેનચાળા કરી બિભત્સ વર્તન કરતી યુવતી સયાજીગંજ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં યુવતી તાંદલજા વિસ્તારમાં રહેતી સાહિસ્તા હોવાનું બહાર આવ્યું હતું.