જામનગરના વિવિધ પંથકમાં 4 યુવતીઓ એકાએક લાપતા થતા ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું
Jamnagar News: જામનગર શહેર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ એકાએક લાપતા બની જતાં ભારે ચકચાર જાગી છે. આ મામલે પોલીસમાં ગુમનોંધ કરાવાતાં પોલીસ દ્વારા ચારેય યુવતીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાલપુરમાં 36 વર્ષીય પરણીત ગુમ
મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લાના લાલપુરના નવાગામમાં રહેતી 36 વર્ષીય પરણીત ગીતાબેન ભટ્ટ છઠ્ઠી ઓગસ્ટ 2025ના રોજ દરેડ ગામમાં પોતાના માનેલા ભાઈ કાનાભાઈ પટેલના ઘરે રક્ષાબંધનના તહેવારની રાખડી બાંધવા માટેનું કહીને ઘેરથી નીકળી હતી. જે એકાએક લાપત્તા બની ગઈ હતી.તે આજ દિન સુધી ઘેર પરત ફરી નથી. જે પોતાની સાથે મોબાઈલ ફોન, પર્ષ, આધાર કાર્ડ વગેરે લઈને નીકળ્યા પછી ગુમ થઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ જ પત્તો નહીં લાગતાં આખરે પતિ કમલેશ ભટ્ટ દ્વારા મેઘપર પોલીસ મથકમાં ગુમનોંધ કરાવતા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 75000 ટન અનાજના વિતરણ બાદ સરકારને ખબર પડી કે 55 લાખ રેશન કાર્ડ શંકાસ્પદ છે
ધ્રોળમાં અતિત શેરીમાં રહેતી 19 વર્ષીય ચાર્મીબેન પરમાર એકાએક ગુમ થઈ હતી. જેનો શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે યુવતીના પિતા બીપીન પરમાર દ્વારા પોલીસમાં ખૂબ નોંધ કરાવાતા ધ્રોલ પોલીસ તેણીને શોધી રહી છે.
જામનગરમાં ક્રિષ્ના ટાઉનશીપ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય દક્ષાબેન ચાવડા ઘેરથી કોઈને જાણ કર્યા વગર એકાએક લાપત્તા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવવામાં આવી છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તેને શોધી રહી છે. જ્યારે લાલપુર નજીક પડાણા ગામમાં રહેતી 21 વર્ષીય જયાબેન ઢચા ગુમ થઈ હતી અને તેના પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા પછી પણ તેણીનો કોઈ પતો નહીં સાંપડતાં આખરે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે.
ગુમ થયેલી ચારેય મહિલાના નામ
ગીતાબેન કમલેશભાઈ ભટ્ટ (36 વર્ષ)
જયાબેન માલસીભાઇ ઢચા (21)
દક્ષાબેન જયેશભાઈ ચાવડા ( 20)
ચાર્મીબેન બીપીનભાઈ પરમાર (19)