અમરેલીની શેત્રુંજી નદીમાં 4 યુવાનોના ડૂબી જતાં મોત, સમગ્ર પંથકમાં શોક છવાયો
Amreli News : ગુજરાતના અમરેલી તાલુકાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં 4 યુવાનો નાહવા પડ્યા હતા. જેમાં નદીના ઊંડા પાણી યુવાનો ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. નદીમાં ડૂબ જવાની ઘટનામાં 4 યુવાનોના મૃતદેહ બહાર કઢાયા હતા. ઘટનાને પગલે સંમગ્ર પથંકમાં શોક છવાયો છે.
અમરેલી તાલુકાના ગાવડકા નજીક આવેલી શેત્રુંજી નદીમાં 4 યુવાનો નાહવા જતાં ડૂબ્યા હતા. નદી કાંઠેથી કપડાં મળી આવ્યા યુવાનો સ્થાનિક વિસ્તારના હોવાનું અનુમાન છે, ત્યારે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફાયરની ટીમ દ્વારા યુવાનોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું. નદીમાં ડૂબી જવાથી ચારેય યુવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
મૃતકોની યાદી
- ભાર્ગવ રમેશભાઈ રાઠોડ (ઉં.વ. 20, મુ.મીઠાપુર ડુંગરી, તા. ધારી)
- નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા (ઉં.વ. 18)
- કૌશિક મુળજીભાઈ રાઠોડ (ઉં.વ. 21)
- કમલેશ ઉર્ફે સાગર ખોડાભાઈ દાફડા (ઉં.વ. 27)